આપણા દરેકના ઘરમાં ટામેટાનો વપરાશ લગભગ દૈનિક ધોરણે થતો જ હોય છે. ટામેટા સાલડમા કે રસોઈમા શાકની સાથે મિક્ષ કરીને ખવાતા હોય છે. પરંતુ તમે કાચા ટામેટા ખાવાથી આપણા શરીરને કેટલો ફાયદો થાય છે એ કદાચ નહિ જાણતા હોવ. પરંતુ શું તમે જાણો છો કે એક લાલ ટામેટુ ખાવાથી આપણા શરીરને કેટલો ફાયદો થાય છે? આવો જોઈએ ટામેટા ખાવાથી શરીરને થતા ફાયદા.
લોહીની ઉણપને દુર કરે છે : ટામેટામાં આયર્નની માત્રા વધુ પ્રમાણમાં હોય છે, ટામેટાંમાં આયર્નની માત્રા ઈંડામાં હોય એના કરતાં પાંચ ગણી વધારે હોય છે, એક ગ્લાસ ટામેટાનો રસ પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે.
કબજીયાતની તકલીફ ને દુર કરે છે : જે લોકોને કબજિયાતની તકલીફ હોય અને પેટ સાફ ન આવતું હોય એ લોકોએ સવારે કાચો ટામેટો ખાવો જોઈએ, ટામેટો ખાવાથી આંતરડાને તાકાત મળે છે, આંતરડામાં ઘાવ હોય તો દૂર થાય છે અને પાચનશક્તિમાં સુધારો કરે છે, ટામેટાંનો ઉપયોગ કરવાથી કબજિયાત નો પ્રશ્ન રહેતો નથી.
પેટમાં કીડાનો નાશ કરે છે : દરોજ સવારે ખાલી પેટ લાલ કાચા ટામેટા પર મીઠું અને કાળા મરી નાખીને ખાવાથી પેટમાં જો કીડા હોયે તો મરી જાય છે.
મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય : જે લોકોના મોઢામાં વારંવાર ચાંદા પડતા હોય એ લોકોએ ટામેટા વધુ ખાવા જોઈએ, મોઢામાં પડતા ચાંદા માટે ટામેટા એક દવાનું કામ કરે છે, ટામેટાના રસને પાણીમાં મિક્સ કરીને એના કોગળા કરવાથી ચાંદા ઠીક થઈ જાય છે.
વજન ઘટાડે છે : ટામેટામા ફાયબર અને પાણીની માત્ર વધુ હોવાથી ભૂખને કંટ્રોલ કરીને વજન ઘટાડવામાં મદદ કરે છે. જો તમારું વજન વધુ હોય તો ટામેટા ખાવાથી વજનમા ધટાડો થાય છે. જે લોકોનું વજન વધારે છે એ લોકોએ કાચા ટામેટા કાપી સાથે કાચી ડુંગળી કાપી અને તેના પર લીંબુ, મીઠું, છાંટીને નિયમિત રીતે ખાવું જોઈએ જેનાથી ધીરેધીરે વજન ઓછું થશે.
હાડકા મજબુત બને છે : ટામેટામા વિટામીન K અને કેલ્સિયમ હોવાના કારણે હાડકા મજબુત બને છે અને સંધની તકલીફોમા રાહત મળે છે.
કેન્સરની સામે રક્ષણ : ટામેટામા રહેલા એન્ટીઓક્ષીડન્ટ શરીરમા કેન્સરની જીવલેણ બીમારી સામે રક્ષણ કરે છે.
ડાયાબીટીસ સામે રક્ષણ: કાચા ટામેટા ખાવાથી લોહીમાં બ્લડ શુગરનુ લેવલ જળવાઈ રહે છે અને આથી ડાયાબિટીસની બીમારી સામે રક્ષણ મળે છે.
પીલીયાની બીમારી દુર કરે છે: દરોજ એક ગ્લાસ ટામેટાનો જુસ પીવાથી પીલીયાની બીમારી પણ મટી જાય છે
Add a Comment