કોથમીર નો ઉપયોગ ભારતીય શાકમાં કરવામાં આવે છે. શાક માં સ્વાદની માત્રા વધારવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આજે અમે તમને ધાણા ના એવા ઉપયોગ જણાવીશું જેનો ઉપયોગ થી તમે ખતરનાક બીમારીઓ દૂર કરી શકશો.
પેટના રોગો માટે ફાયદાકારક: ધાણા ગેસથી છુટકારો આપવામાં મદદ કરે છે. પાચન તંત્રને સુધારવા માટે ધાણાની ચા અને કોફી ખુબ ફાયદાકારક છે. ૨ કપ પાણી લઈને તેમાં જીરું અને ધાણાના પાંદડા નાખો પછી તે મિશ્રણ ની અંદર ચા ના પાંદડા અને વરિયાળી નાખીને ૨ મિનિટ સુધી ઉકાળો, પછી જરૂર અનુસાર સાકર મિક્ષ કરો અને સાથે આદુ પણ નાખો, સાકરને બદલે આમાં મધ પણ મિક્ષ કરી શકાઈ છે. આ મિશ્રણનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ થી રાહત મળે છે સાથે જ ગેસ થી છુટકારો મળે છે અને ગળાની સમસ્યા માં પણ રાહત થાઈ છે.
ઝાડા માં ઉપયોગી: ગરમીના કારણે તમને વારંવાર ઝાડા થઇ ગયા હોય તો, તમે 50 gm તાજા ધાણા પીસીને છાસ કે ઠંડા પાણીમાં મિક્ષ કરીને દિવસમાં 2 વાર પીવું જેથી ઝાડા મટી જાય છે.
નસકોરી ફૂટે ત્યારે ઉપયોગી: 20 gm ધાણા લઈને તેમાં ચપટી કપૂર નાખીને પીસી લો. પીસાઈ ગયા પછી તેના રસને ગાળી ને અલગ કરી નાખો. આ રસના બે ટીપા નાકમાં નાખવા અને માથા પર માલિશ કરો આનાથી નાકમાંથી નીકળતું લોહી બંધ થઇ જાય છે.
પેશાબ સાફ આવે છે: પેશાબમાં પીળાપણું વધારે આવતું હોય તો, સૂકો ધાણા પીસીને 1 ગ્લાસ પાણીમાં 2 ચમચી પીસેલ ધાણા મિક્ષ કરીને 5 થી 7 મિનિટ સુધી ઉકાળવું. ઠંડુ કરીને સવાર-સાંજ પીવું જેનાથી પેશાબ સાફ આવે છે.
આંખોની તકલીફો માં રાહત: લીલા ધાણા લઈને પીસી લો પછી તેને પાણીમાં નાખીને ઉકાળી લો. થોડા સમય ઉકાળ્યા પછી તેને ઠંડુ કરી ને ગાળી લેવું.રોજ આના ટીપા આંખોમાં નાખવાથી આંખોની બળતરાથી રાહત થાય છે અને આંખોમાંથી પાણી નીકળતું બંધ થઈ જાય છે.
ખીલ માં રાહત: જો તમને ખીલ થયા હોય તો 2 ચમચી સુકા પીસેલ ધાણા અને અડધી ચમચી ગ્લિસરિન ને મિક્ષ કરીને ચહેરા પર લગાવવાથી ખીલ મટી જાય છે. અને તમારો ચહેરો ખૂબ સુંદર બની જાય છે.
આંખો સારી રાખવા માટે: કોથમીર માં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. ભોજનમાં ધાણાનું સેવન કરવાથી આખો નું તેજ વધે છે.અને નંબર આવતા નથી.
શરદી ઉધરશ માં રાહત: મિત્રો જ્યારે છાતીમાં કફ જામી ગયો હોય તો ૫૫ gm પીસેલા ધાણા, ૧0 gm કાળા મરી, ૪-૫ gm લવિંગ અને ૧00 gm સુંઠ લઈને ચૂર્ણ બનાવી લો. આમાંથી અડધી ચમચી ચૂર્ણ સવારે મધની સાથે ચાટવાથી ખાંસીમાં રાહત થાંઈ છે.
ડાયાબિટીસ માં રાહત: ડાયાબિટીસ ના દર્દીઓને ધાણા ખાવા જોઈએ,કારણ કે ધાણા લોહીમાં ઈન્સુલિનની માત્ર ને નિયંત્રીત કરે છે માટે ધાણાનું સેવન કરવાથી આપણુ સ્વાસ્થ્ય સુધરે છે.અને અનેક ફાયદા થાઈ છે.
Add a Comment