આપણા શરીરમાં ઉંમરની સાથે-સાથે બદલાવ પણ આવતો જાય અને બદલાવ આવવો એ સ્વાભાવિક છે. એ બદલાવોમાં એક બદલાવ એવો છે જે આંખે ઊડીને ચોંટે. જેમ ઉંમર વધતી જાય એમ માથાના વાળ કાળા માથી ધીમે ધીમે સફેદ થતા જાય એ સ્વાભાવિક છે, પરંતુ અત્યારના સમયમાં એવા ઘણા કિસ્સા જોવા મળે છે કે યુવાનીમાં પણ લોકોના માથામાં સફેદ વાળ દેખાવા માંડે છે.
વૈજ્ઞાનિકોનું એવું કહેવું છે કે, આજની લાઈફ સ્ટાઈલના કારણે દરેકના જીવનમાં તણાવ રહેતો હોય છે, જેના લીધે શરીરમાં અમુક ફેરફાર એવા થાય છે કે, એની અસરના લીધે માથાના વાળ સમય કરતા વહેલા સફેદ દેખાવા માંડે છે. તનાવની સાથે સાથે પોષણ વાળો આહાર નહિ લેવાના કારણે શરીરમાં વિટામીનની ઉણપ રહે, આ કારણ પણ વાળ સફેદ થવામાં કારણભૂત બને છે. કોઈપણ વ્યક્તિને ટેન્શન લેવું ગમતું નથી, પરંતુ આજની રહેણીકરણી અને જીવન એવું થઇ ગયું છે કે ભાગ્યેજ તમને કોઈ ટેન્શન મુક્ત કે તણાવ મુક્ત વ્યક્તિ જોવા મળે. તો આવો આપણે જોઈએ કે વાળને લાંબા સમય સુધી કાળા અને મજબૂત રાખવા હોય તો શું શું કરવું જોઈએ.
મીઠો લીંબડો અને નાળીયેરનું પાણી: મીઠા લીમડાના ઉપયોગથી ભોજનના સ્વાદમાં એક અલગ પ્રકારનો ઉમેરો થાય છે. એમાં રહેલું તત્વ વાળને જળમૂળથી મજબૂત બનાવે છે. થોડા મીઠા લીમડાના પાન લેવા અને એને નાળિયેરના પાણીમાં વાટવા, પછી એ વાટેલા મિશ્રણને વાળના મૂળમાં લગાવાવું, આટલું કરશો તો તમારા વાળ સફેદ થવાથી બચી જશે અને કાળા અને ચમકીલા બનશે.
ચા અને કોફી ચમકાવશે તમારા વાળ: એક મોટું વાસણ લેવું એની અંદર ચાની પત્તી અને પાણી નાખીને ઉકાળવું, બરાબર ઉકળી જાય પછી પાણીને ઠંડું થવા દેવું, ઠંડા થયેલા પાણીમાં માથાના વાળને ડુબાડી રાખવા, પછી ૧૫ થી ૨૦ મિનિટ માટે માથા ઉપર શાવર કેપ લગાવી દેવી, પછી વાળને સરખી રીતે ધોઈ નાખવાં. આવો જ પ્રયોગ કોફી માટે પણ કરી શકાય, શક્ય હોય તો થોડાક દિવસના અંતરે આ પ્રયોગ કરવા જેવો છે, તમારા વાળ ઘટાદાર, ચમકીલા અને કાળા રહેશે.
ગાયનું ઘી અને મુલેથી: એક કિલો ગાયનું ઘી લેવું, તેમાં ૧ લિટર આમળાંનો રસ અને ૨૫૦ ગ્રામ મુલેથી સાથે ઉકાળવું, આ મિશ્રણને ત્યાં સુધી ઉકાળવું કે જ્યાં સુધી બધુજ પાણી શોષાઈ ન જાય, તૈયાર મિશ્રણને કાચની બોટલમાં ભરી લેવું અને જયારે વાળ ધૂઓ ત્યારે એનો ઉપયોગ કરવો.
ગાયના દૂધ માંથી બનાવેલું માખણ: ગયાના ચોખ્ખા દૂધમાંથી બનાવેલા માખણને વાળ ઉપર લગાવશો તો પાણ એનો ચમત્કાર જોવા મળશે. અઠવાડિયામાં એક વાર ગયાનું ચોખ્ખું ઘી માથામાં લગાવવાથી પણ ચમત્કારિક ફેરફાર જોવા મળે છે. જો ઘીની સ્મેલ ના ગમતી હોય તો ઘીમાં એસેન્સના થોડા ટીપાં નાખી શકાય.
સંતરા: સંતરાના રસને વાળ ઉપર લગાડવાથી વાળ તંદુરસ્ત રહે છે અને ચમકીલા પણ બને છે. સંતારામાંથી રસ કાઢી લીધા પછી એના માવાને ક્રશ કરી, એમાં આંબળાનો પાઉડર મિક્સ કરવો, આ મિશ્રણને માથા પર લગાવવાથી વાળની સુંદરતામાં ઉમેરો થાય છે.
Add a Comment