- જમ્યા બાદ કાચા લસણની બે કળીઓ ચાવીને ખાઈ લો, આપનું બ્લડપ્રેશર કાબુમાં રહેશે.
- હૃદયના ધબકારાનું પ્રમાણ ઘટાડવા માટે ગાજરનો રસ પીઓ. ગાજરને સલાડના રુપમાં પણ લઈ શકાય.
- હૃદયની બીમારીવાળી વ્યક્તીએ ટામેટાં ખાવાં. તેમાંથી વીટામીન ‘સી’ અને ‘એ’ તથા પોટેશીયમ પુરતા પ્રમાણમાં મળે છે, જે હૃદયરોગમાં મદદ કરે છે.
- મેથીના દાણાનું ચુર્ણ બનાવી દરરોજ ખાલી પેટે એક ચમચી લેવાથી બ્લડપ્રેશરથી બચી શકાય છે અને જો બીમારી હોય તો તે કાબુમાં રહે છે.
- દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડપ્રેશર અને ડાયાબીટીસનું જોખમ ઓછું થઈ જાય છે.
- તરબુચના બીની મીંજ અને ખસખસ મેળવી તેને પીસી લો અને દરરોજ સવાર-સાંજ એક એક ચમચી ખાલી પેટે લેવાથી બ્લડપ્રેશર કાબુમાં રહેશે.
- કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા દુધીનો રસ કાઢી, ફુદીનાનાં ચાર પાન અને તુલસીનાં બે પાન નાખી દીવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.
Add a Comment