સુંદર દેખાવું દરેક મહિલા હોય કે પુરુષ બધા ને ગમતું હોય છે પણ સ્ત્રીઓ તો સુંદર દેખાવા માટે જાત-જાત ના પ્રયોગો કરતી હોય છે. તે પોતના મોઢાં પર મોઘા દાટ લોસન, ક્રીમો અને બ્યુટી પાર્લર નો ઉપયોગ કરતી હોય છે તે છતાં ફાયદો તો ના બરાબર જ હોય છે. આ બધું કરવા કરતા આજે અમે તમને ઘર બેઠા ત્વચા માટેના ઉપચાર જણાવવા જઈ રહ્યા છીએ.
પ્રદુષણ યુક્ત વાતાવરણ ને લીધે આપળા મોઢાં ની ત્વચા ની સરસંભાળ રાખવી બહુ તકલીફ જનક હોય છે. ઘણી વાર સ્ત્રીઓ ને રોજનું કામ કરવાથી, ધૂળ અને ધુમાડા ને લીધે ચામડી ના કોશિકાઓ ને નુકશાન પોહ્ચે છે અને જ્યાં પણ આ કોશિકાઓ ની ક્ષતિ થાય ત્યાં કાળા ડાઘ થઇ જાય છે.
હવામાન માં થતા ફેરફારો થી પણ ચામડી ને નુકસાન થાય છે તેથી હવામાન બદલાય ત્યારે સાવચેતી વધારે રાખવી જોઈએ. જેમ શિયાળા માં ચામડી ફાટે છે અને તેના પર આપળે જાત-જાત ની ક્રીમો નો પ્રયોગ કરતા હોઈએ છીએ અને એજ રીતે ઉનાળા માં સૂર્ય ના તાપ થી ચામડી બળે છે.
તો આજે અમે તમને એવો ઉપચાર બતાવવા જઈ રહ્યા છીએ કે જેનાથી શિયાળો હોય કે ઉનાળો બન્ને ઋતુઓ માં આ બનાવેલ ઓષધી તેમને ફાયદો પોહ્ચાવસે અને ચામડી માં થતા નુકશાન ને ઘટાડે છે. ચિંતા, પ્રદૂષણ, સૂર્યપ્રકાશ, વધતી ઉંમર આ બધા એવા કારણો છે કે જે આપળી ત્વચા ની નરમાઈ ને દૂર કરી તેને રૂખીસુખી બનાવે છે.
તો ચાલો જાણીએ આ ઓઈલી ક્રીમ કઈ રીતે ત્યાર કરવામાં આવે છે. આના માટે તમારે એક નિવિયા ક્રીમ અને જોહનસન્સ બેબી ઓઈલ ની જરૂર પડશે. હવે એક વાટકીમાં થોડી નિવિયા ક્રીમ લઇ તેમાં જોહનસન્સ બેબી ઓઈલ કે બોળકોનું તેલ ભેળવો અને આ મિશ્રણ ને સારી રીતે ભેળવી લ્યો એટલે એક તેલ જેવો પ્રદાર્થ તૈયાર થઇ જાશે.
આ તૈયાર થયેલ મિશ્રણ ને એક શીશી માં ભરીને ફ્રીઝ માં રાખો. હવે નિયમિત રૂપે આ તૈયાર ક્રીમ ને રાતે સુતા પેલ્લાં તમારી ત્વચા પર લગાવો. આવું થોડાક સમય કરતા તમને તમારી ત્વચા માં ફેરફાર દેખાશે અને તમારો ચેહરા પર ના કાળા ડાઘ તેમજ કરચલીઓ ઓછી થતી લાગશે અને તમે સુંદર દેખાવા લાગશો.
Add a Comment