એવું કહેવાય છે કે વ્યક્તિની આંખોએ તેના શરીરનો એક એવો નાજુક ભાગ છે જેના વિના વ્યક્તિનું સમગ્ર જીવન અપૂર્ણ રહે છે. હા, હવે તો સ્પષ્ટ જ છે કે આંખો દ્વારા જ વ્યક્તિ જીવનના એ દરેક રંગોને નિહાળી શકે છે જેને નેત્રહીન વ્યકિત આજીવન ક્યારેય પણ જોઈ શકતી નથી. તે જીવનના દરેક રંગને જોઈ શકે છે. આ માટે જ આંખ એ ફક્ત વ્યક્તિના શરીરનો જ નહીં પણ તેના જીવનનો પણ એક બહુ અગત્યનો ભાગ પણ છે. એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો, તે કુદરત દ્વારા માણસને આપવામાં આવેલી બક્ષીસરૂપી એક બહુકિંમતી ભેટ છે. આજે લોકો કુદત દ્વારા આપવામાં આવેલી આ ભેટ સાથે ખૂબ જ જોખમી રમી રહ્યા છે.
નોંધપાત્ર છે કે આજના સમયમાં વ્યક્તિ પોતાની ભૂલોને કારણે આંખ સંબંધિત અનેક રોગો સામે ઝઝુમી રહ્યા છે. આજકાલ ખૂબ જ નાની ઉંમરમાં બાળકની આંખો પર નબળાઈ આવી જાય છે અને ચશ્મા લગાવી ફરવા મજબુર થવું પડે છે.પેલું કહેવાય છેને કે જો આપણે કુદરત દ્વારા આપવામાં આવેલા વસ્તુઓનો આદર ન કરી શકીએ તો તેમાં આપણે પોતાને જ નુકશાન થશે. બસ આપણે આપણી આંખો સાથે પણ આવું જ કંઈક કરી રહ્યા છીએ હા, આજના સમયમાં લોકો તેમની આંખો ખોટી રીતે અને વધુ પડતી ઉપયોગ કરી રહ્યાં છે. આ કારણે જ આજે લાખો લોકો આંખોના રોગથી આજે પીડાઈ રહ્યા છે.
નોંધપાત્ર છે કે જો તમે તમારી આંખોને સુરક્ષિત રાખવા માંગતા હોવ તો, તમારે આ નાની વસ્તુઓનું ધ્યાન રાખવુ જ પડશે, જે હવે અમે તમને કહવા જી રહ્યા છીએ. ફક્ત એટલા માટે જ કે જો તમે આ નાની વસ્તુઓની કાળજી નહી લો તો તમારી આંખો પણ ખરાબ થઈ શકે છે. અત્રે તમને એક એવી ભૂલ વિશે કહી રહ્યા છીએ કે જે તમે દરરોજ કરો છો અને આ ભૂલ જ તમારી આંખોને માટે એક અતિ નુકશાનકારક બની શકે છે. નોંધપાત્રરૂપે આજે ભારતમાં મોબાઇલ ફોનની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે.એટલી જ ઝડપથી લોકો મોબાઇલનો ઉપયોગ પણ કરી રહ્યા છે.
પરંતુ અહીં તમારી જાણકારી માટે જણાવી દઈએ કે વધુ મોબાઇલનો ઉપયોગ કરવાથી તમને માત્ર શારીરિક આડઅસર જ નહીં પરંતુ માનસિક રીતે પણ નુકસાન થાય છે. જી હા, મોબાઇલના વધુ પડતા ઉપયોગને લીધે માનસિક અને શારીરિક રીતે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે તેવી નોબત આવી શકે છે. કોઈપણ રીતે, આપણે દરરોજ અને ખાસ રાત્રિના સમયે મોબાઇલ પર ચેટિંગ કરવામાં અને અવનવી રમતો રમવામાં વ્યસ્ત રહીએ છીએ.આવી પરિસ્થિતિમાં, તેની સૌથી ખરાબ અસર આપણી આંખો પર છે જ પડે છે.
એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો, હવે લોકો બહાર રમતો રમવાને બદલે આખો દિવસ મોબાઈલમાં જ વ્યસ્ત રહે છે. તેનાથી ફક્ત શરીર જ નબળા નથી થતા પરંતુ તેમની સાથોસાથ આંખો પણ નબળી થાય છે. તે ઉપરાંત, ઘણા લોકો તો અંધારામાં પબ મોબાઇલનો ઉપયોગ કરે છે જે આંખો પર તેની સૌથી ખરાબ અસર કરે છે. એમ કહો કે આંખોને સૌથી વધુ નુકસાન થાય છે જો તમે આમ દરરોજ કરતા હો તો, તો તમારી આંખોમાં ઘણી સમસ્યાઓ સર્જાઈ શકે છે. તેથી જો તમે તમારી આંખોને તંદુરસ્ત રાખવા માંગતા હો, તો પછી મોબાઇલનો ઉપયોગ ઘટાડવો જોઈએ અને તમારી આંખોની યોગ્ય સંભાળ રાખવી જોઈએ.
Add a Comment