મિત્રો, ચોમાસા ની ઋતુ આવી રહી છે. શિયાળા પછી ની આ સીઝન લગભગ દરેક વ્યક્તિ ની પસંદગી ની ઋતુ હોય છે. કાળઝાળ ગરમી થી કંટાળી ને સૌ ને જલ્દી થી એકદમ મસ્ત મસ્ત ઠંડુ વાતાવરણ મળે એની જ રાહ હોય છે. ગુજરાત માં સામાન્ય રીતે ૧૫ જુન આસપાસ ચોમાસું બેસી જતું હોય છે. બસ ચોમાસું આવે એટલે ગરમી થી કંટાળી ને એ વરસાદ માં ન્હાવા ની મજા લેવા ઘણા લોકો રેઇનકોટ કે છત્રી હોવા છતાં ભીંજાતા હોય છે. પરંતુ ચોમાસા ની ઋતુ માં સાથે સાથે વાળ ના પણ ઘણા પ્રોબ્લેમ થતાં હોય છે. કારણકે વાતાવરણ માં ભેજ નું પ્રમાણ વધુ માત્રા માં હોતું હોય છે એટલે વાળ ખરવાની સમસ્યા, વાળ તૂટવાની સમસ્યા, વાળનો ગુચ્છો થવો, ખોડો, માથામાં ખંજવાળ આવવી જેવી સમસ્યાઓ વધુ થતી હોય છે.
થોડીક વાળ ની કાળજી રાખવા માટે ની ટીપ્સ જેનાથી તમે ચોમાસા દરમિયાન વાળ ની તકલીફ ની સમસ્યા થી દુર રહી શકશો.
૧. માથું ધોવા ના ૧૫ મિનીટ પહેલા માથા પર નાળીયેર (કોપરેલ ) નું તેલ લગાવવું :- નાળીયેર (કોપરેલ ) નું તેલ વાળ ને શેમ્પુ કરવાના ૧૫ મિનીટ પહેલા માથા પર લગાવવાથી શેમ્પુ કરતી વખતે વાળ ચોંટી જતા હોય છે એ સમસ્યા માંથી આપ છુટકારો મેળવી શકશો. એમાં પણ જો આપ હુંફાળું કોપરેલ તેલ લગાવશો તો આપ ના વળ ખરવાની સમસ્યા માં પણ રાહત થશે. આપ જુઓ દક્ષિણ ભારતીય સ્ત્રીઓ ના માથા ના વાળ એકદમ કાળા, ઘટાદાર હોય છે કારણકે તેઓ કોપરેલ વાપરતા હોય છે. બીજા કોઈ પણ પ્રકાર ના તેલ કોપરેલ તેલ જેટલું કારગત નીવડતું નથ. કોપરેલ એક માત્ર તેલ પ્રી-કન્ડીશનર તરીકે કામ આપે છે.
2. ખોડો પણ ચોમાસા ની ઋતુ માં ભેજ વધુ પ્રમાણ માં હોવાથી એક મોટી તકલીફ છે. જો તમે ખોડા ની સારવાર ઈચ્છતા હોવ તો તમારે મેડિકેટેડ શોપ અથવા શેમ્પુ તમારા સ્કીન સ્પેશીયાલીસ્ટ ડોક્ટર ની સલાહ અનુસાર વાપરવો જોઈએ.
3. તંદુરસ્ત વાળ માટે ખોરાક પણ ખુબ અગત્ય નો ભાગ ભજવે છે. વાળ ને પોષણ શરીર માંથી જ મેળવવાનું હોય છે એટલે તમે જે ખોરાક લેતા હોવ છો એના પર જ વાળ ની કન્ડીશન રહે છે. વાળ માં કેરેતીન નામનું પ્રોટીન આવેલ હોય છે . માટે તમારે ખોરાક માં પ્રોટીન થી ભરપુર એવા ઈંડા, અખરોટ, માછલી, લીલા શાકભાજી ( સ્પે. પાલક ) બદામ, જેવો ઉતમ ખોરાક લેવો જોઈએ.
4. આપણને સૌ ને વરસાદમાં ભીંજાવા નું તો ગમતું જ હોય છે કારણકે આપણી અંદર બાળપણ તો છુપાયેલ જ હોય છે પરંતુ એક વાત યાદ રાખજો ગમે ત્યારે વરસાદ માં ન્હાવા / ડાન્સ કરવા જાવ ત્યારે કમસે કમ માથા પર કોકોનટ હેર ઓઈલ લગાવી ને જ જજો અને શેમ્પુ વતા કન્ડીશનર લગાવવા નું ભૂલતા જ નહિ.
5. વાળ ભીના હોય ત્યારે માથું ઓળવું નહિ. વાળ જયારે ભીના હોય છે ત્યારે વધુ નબળા હોય છે. જો તમે ત્યારે એને ઓળવાનો પ્રયત્ન કરશો તો એ તૂટી જશે માટે પહેલા માથું કોરું થવા દેવું ત્યારબાદ માથા માં ધીમે થી હાથ ફેરવી ને વાળ ની સ્ટાઈલ ને આકાર આપવો અને ગુંચ પડેલ હોય તો ધીમે થી કાઢવી પછી જ માથું ઓળવું.
Add a Comment